અમેરિકાથી આવી ડરામણી તસવીરો, કોરોનાનો આ પ્રકોપ જોઈને હાજા ગગડી જશે

એક દેશ કે જે મહાસત્તા કહેવાય છે અને આખા વિશ્વમાં તેનો ડંકો વાગે છે. દરેક સારી અને ઉત્મ ઉપમા આપવા માટે તમે વારેઘડીએ આ દેશની વ્યવસ્થાઓને ટાંકતા રહો છે પરંતુ જરા થોભો...થોડું વિચારો...સ્થિતિ કેટલી ગંભીર છે, સમસ્યા કેટલી ગંભીર છે. જેની વાત થાય છે તે દેશ છે અમેરિકા. આ જ શક્તિશાળી અમેરિકા કોરોના વાયરસ આગળ ઘૂંટણિયે પડ્યું છે. જો કોરોનાના સંક્રમિતો અને થનારા મોતનો આંકડો ઓછો હોત તો ચોક્કસપણે એમ કહેવામાં ખોટું ન હોત કે અમેરિકા કોરોના સામે જંગ લડી રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે અમેરિકા રીતસરનું ઘૂંટણિયે પડ્યું હોય તેવું લાગે છે. 

અમેરિકાથી આવી ડરામણી તસવીરો, કોરોનાનો આ પ્રકોપ જોઈને હાજા ગગડી જશે

નવી દિલ્હી: એક દેશ કે જે મહાસત્તા કહેવાય છે અને આખા વિશ્વમાં તેનો ડંકો વાગે છે. દરેક સારી અને ઉત્મ ઉપમા આપવા માટે તમે વારેઘડીએ આ દેશની વ્યવસ્થાઓને ટાંકતા રહો છે પરંતુ જરા થોભો...થોડું વિચારો...સ્થિતિ કેટલી ગંભીર છે, સમસ્યા કેટલી ગંભીર છે. જેની વાત થાય છે તે દેશ છે અમેરિકા. આ જ શક્તિશાળી અમેરિકા કોરોના વાયરસ આગળ ઘૂંટણિયે પડ્યું છે. જો કોરોનાના સંક્રમિતો અને થનારા મોતનો આંકડો ઓછો હોત તો ચોક્કસપણે એમ કહેવામાં ખોટું ન હોત કે અમેરિકા કોરોના સામે જંગ લડી રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે અમેરિકા રીતસરનું ઘૂંટણિયે પડ્યું હોય તેવું લાગે છે. 

કેવી છે સ્થિતિ
સ્થિતિની વાત કરીએ તો એમ કહી શકાય કે દુનિયાના એક ચર્તુથાંશથી વધુ લોકો અમેરિકામાં કોરોના પોઝિટિવ છે. ફક્ત એકલા ન્યૂયોર્કમાં જ સ્થિતિ એવી છે કે 4778 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે માત્ર ન્યૂયોર્કમાં જ 87000 લોકો કોરોના પોઝિટિવ છે. 

હવે વિચારો કે સમગ્ર અમેરિકામાં શું હાલાત છે. આ દર્દનાક અને ડરામણી સ્થિતિ દર્શાવવાનો મતલબ કોઈને ડરાવવાનો નથી પરંતુ આ ફક્ત ચેતવવા માટે છે કે ભારતમાં જે રીતે ઠેરઠેર લોકડાઉનનો ભંગ થતો રહ્યો તો સ્થિતિ કેવી ગંભીર બની શકે છે. 

ન્યૂયોર્કથી આવી ડરામણી તસવીરો
આ ભયાનક સ્થિતિનો બીજો પહેલુ એ છે કે જે લોકો મરી રહ્યાં છે તેમનામાંથી અનેક મૃતકોના શરીર પર કોઈ ક્લેમ પણ કરતું નથી. તાબુતના તાબુત લાઈનમાં રાખવામાં આવી રહ્યાં છે તેમને ત્યાં દફન કરવા એ પણ મોટી મુશ્કેલી છે. ન્યૂયોર્ક સીટીથી આવતી તસવીરોમાં દાવો કરાય છે કે ન્યૂયોર્ક સીટીના હાર્ટઆઈલેન્ડમાં મૃતદેહોને એક કબરમાં સામૂહિક રીતે દફન કરવામાં આવ્યાં છે. 

કહેવાય છે કે 25-30 કોફિન એક સાથે મશીનો દ્વારા જમીનમાં દફન કરવામાં આવ્યાં. તેમને દફન કરતી વખતે પરિવારનું કોઈ ત્યાં હાજર નહતું. ફક્ત સંપૂર્ણ સુરક્ષિત રીતે ઢંકાયેલા કેટલાક મજૂરો અને વર્કરો જોવા મળી રહ્યાં છે. મશીનો દ્વારા દફનક્રિયા થઈ રહી છે. 

હાર્ટ આઈલેન્ડ જ કેમ બની સામૂહિક કબર
આના પરથી એ અંદાજો લગાવી શકાય છે કે આ મૃતદેહો પર કોઈએ ક્લેમ ન કર્યો હોવાની સ્થિતિમાં તેમને હાર્ટ આઈરલેન્ડમા દફન કરવામાં આવી રહ્યાં છે. હકીકતમાં હાર્ટ આઈલેન્ડ એવી જગ્યા છે જ્યાં ન્યૂયોર્કના એવા લોકોને દફન કરાય છે જેમના કોઈ વારિસ ન હોય. જે બિલકુલ એકલા હોય અને લાવારિસનું જીવન જીવતા હોય. 

જુઓ LIVE TV

આવામાં આ કામ આ આયર્લેન્ડ પર આવેલી એક જેલના કેદી કરે છે. કદાચ તે તેમના સશ્રમ કારાવાસમાં સામેલ રહેતુ હશે પરંતુ હવે મૃતદેહોની સંખ્યા એટલી વધી ગઈ છે કે સ્થાનિક પ્રશાસનને આ કામ માટે પણ કોન્ટ્રાક્ટ બહાર પાડવો પડ્યો અને કોન્ટ્રાક્ટ અપાયોટ

એક એક દિવસમાં 24-25 મૃતદેહ
અમેરિકામાં ન્યૂયોર્ક શહેર આ મહામારીનું કેન્દ્ર બની ગયું છે. અહીં થનારા મોતમાં અચાનક વધારો થયો છે. જેના કારણે આ આયર્લેન્ડ પર અઠવાડિયા 10 દિવસમાં 20-25 મૃતદેહો આવતા હતાં ત્યા હવે ઓછામાં ઓછા રોજના 24-25 મૃતદેહો પહોચે છે. 

તસવીરોમાં જોવા મળે છે કે આખા સફેદ લિબાસમાં ઢંકાયેલા ડઝન જેટલા મજૂરો આ કામને અંજામ આપી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news